રાહુલ ગાંધીના પૂતળા દહન કાર્યક્રમમાં 100થી વધુ લોકો એકત્રિત કરી કલમ 144ના જાહેરનામા ભંગ સબબ પગલાં ભરોમોરબી : તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રિય આગેવાન રાહુલ ગાંધીના પૂતળા દહન કાર્યક્રમ સમયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમલી બનાવાયેલ કલમ 144 અંગેના જાહેરનામાનો ભંગ કર્યાનો આરોપ લગાવી જિલ્લા કલેકટર સમક્ષ ભાજપના આગેવાનો વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં આજે મોરબી કોંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગત તા.9 ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો જેમા જિલ્લા મેજિસ્ટ્રેટના કલમ 144ના ચારથી વધુ વ્યક્તિને એકત્રિત થવા ઉપર પ્રતિબંધ લાદતા જાહેરનામાંનું સરાજાહેર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.વધુમાં મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવા છતાં પોલીસે પગલાં ન ભર્યાનો આરોપ લગાવી ભાજપ આગેવાનોના સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા ફોટો વીડિયો સહિતના પુરાવાઓ ધ્યાને લઇ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવા અંતમાં કોંગ્રેસના આગેવાનોએ માંગ ઉઠાવી હતી.