મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્વાઇન ફલૂ રોગચાળા સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આજે મોરબી શહેરમાં ત્રણ સ્થળે સ્વાઇનફ્લુ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવશે. જિલ્લા ભાજપ કાર્યાલય મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ આજે સવારે 9 વાગ્યાથી મોરબીના નગર દરવાજા ચોક, સુપરમાર્કેટ તથા નરસંગ ટેકરી મંદિર ખાતે સ્વાઇનફ્લુ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવશે, આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,જિલ્લા ભાજપ ખજાનચી પ્રભુભાઈ ભૂત,બક્ષીપંચ મોરચાના જેઠાભાઇ મિયાત્રા, બીપીનભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહેનાર હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિજયભાઈ લોખીલની યાદીમાં જણાવાયું છે.