મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલ આયોજિત ડાયરા લોકસાહિત્યકાર, હાસ્યકાર સહિતના કલાકારો રંગત જમાંવશે મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં મોરબીમાં પીએમ મોદીના જન્મદિન નિમિતે કાલે બુધવારે 'નમો ડાયરો'નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલ આયોજિત ડાયરા લોકસાહિત્યકાર, હાસ્યકાર સહિતના કલાકારો રંગત જમાંવશે. મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા.22 ને બુધવારે રાત્રે 9 વાગ્યે મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ ઉમાહોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા, હસ્ય કલાકાર દેવેન વ્યાસ, ભજનિક ભાવેશ પટેલ, પ્રેમલ દફ્તરી, ચેતન દવે, ઉદઘોષક દિલીપ રવેશિયા, ઉસ્તાદ સુરેશ પટેલ, ભરત વાઘેલા, બૅજો વાદક અલ્પેશ નિમાવત, મેહુલ પટેલ સહિતના કલાકારો દેશભક્તિ ગીત સાથે ડાયરાની રંગત જમાવશે. તેથી આ ડાયરાનો લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..