મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા તા. 26-7-2025 ને સોમવારના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે સાંજે 4:30 થી 7 કલાક દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, લગભગ 3 મહિના સુધી ચાલેલા ભારત - પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમ્યાન બહાદુર સૈનિકોએ 26 જુલાઈ 1999ના રોજ કારગિલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.