મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ : વિભાજનની પીડાની પ્રતીતિ કરાવતું પ્રદર્શન પણ યોજાયુમોરબી : મોરબીમાં આજે જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભાષીકા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક પ્રદર્શન અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે 14 ઓગસ્ટ 1947 એટલે વિભાજન દિવસ. આ વિભાજનમાં હિંસાનો ભિગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનારને વંદન. આ દિવસની પીડા સૌ કોઈ જાણે તે માટે ભાજપ દ્વારા દર વર્ષે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભાષીકા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ છે. આ સાથે અહીં વિભાજન દિવસની પીડાની પ્રતીતિ કરાવતું પ્રદર્શન યોજાયું હતું. ત્યારબાદ નીલકંઠ વિદ્યાલયથી નવા સબ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી મશાલ રેલી યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.