પીડિતોના વકીલ પર દોષનો ટોપલો નાખવા બદલે સરકારે માંગણી મુજબ સીબીઆઇ પાસે કોઈ નિષ્ઠાવાન અધિકારીને તપાસ સોંપવી જોઈએ : કોંગી ધારાસભ્યના પ્રહારમોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય ન મળ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપો બાદ સરકારી વકીલની પ્રેસ કોન્ફરન્સ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ભાજપને સરકારી વકીલોને કેમ આગળ કરવા પડે છે ? હવે તેના પ્રવક્તાઓમાં પાણી બચ્યું નથી ?આગામી 9 ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના, વડોદરાની હરણીબોટ દુર્ઘટના અને રાજકોટ તેમજ સુરતની દુર્ઘટનામા પડિતોને ઝડપી ન્યાય ન મળતો હોવાને કારણે ન્યાયયાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આજે મોરબી જિલ્લા સરકારી વકીલ પત્રકાર પરિષદ યોજી ઝૂલતાપૂલ કેસને સરકાર ઝડપથી અને ડે બાય ડે ચલાવવા માંગતી હોવાનું પણ પીડિત પરિવારો વતી બનેલા ટ્રેજડી વિકટીમ એસોસિએશને કરેલી વિવિધ અરજીઓની સુનાવણી ન થઈ શકતી હોય કેસ ચલાવવામાં વિલંબ આવી રહ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.જેના જવાબમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એવું જણાવ્યું કે પડિતોનું કહેવું છે કે સીબીઆઈ તપાસ જોઈએ છે. સરકાર અને પોલીસ ઉપર લોકોને ભરોસો હોત તો આવી માંગ ન કરી હોત. પાલિકાને સુપરસિડ કરવી એ કબુલાત છે કે તેનો વાંક હતો. એટલે ચીફ ઓફિસર, પ્રમુખ, કલેકટર સહિતનાને પણ આરોપી બનાવો તેવું પીડિતો કહી રહ્યા હતા. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી પણ માંગ છે.અંતમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે પીડિતોના વકીલ પર દોષનો ટોપલો નાખવા બદલે સરકારે માંગણી મુજબ સીબીઆઇ પાસે કોઈ નિષ્ઠાવાન અધિકારીને તપાસ સોંપવી જોઈએ.