મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મોરબી-માળિયા બેઠક માટે બ્રિજેશ મેરજા, કાંતિલાલ અમૃતિયા અને સિરામિક એસો.ના આગેવાનો સહિત કુલ 15 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. મોરબી-માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર ઉમેદવારોના નામ 1) મુકેશભાઈ કુંડારીયા (સિરામીક પ્રમુખ) 2) વેલજીભાઈ ખોડાભાઇ પટેલ (બોસ) 3) ડૉ.નારણભાઈ જેરામભાઈ બાવરવા 4) જીગ્નેશભાઈ હંસરાજભાઇ કૈલા 5) મુકેશભાઈ નરશીભાઈ ઉધરેજા (સિરામીક પૂર્વ પ્રમુખ) 6) જીતેન્દ્રભાઈ પટેલ (નોટરી) 7) મંજુલાબેન દેત્રોજા 8) બકુલભાઈ વિરજીભાઈ કાવર (RSS) 9) કેતનભાઈ રમેશભાઈ વિડજા 10) મનુભાઈ મગનભાઈ ખાંડેખા 11) ઉમેશભાઈ ચંદુલાલ જાકસાનીયા 12) કાંતિલાલ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય) 13) બ્રિજેશ મેરજા (રાજ્ય મંત્રી) 14) રાઘવજીભાઈ ગડારા 15) અજય લોરિયા