મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓ સામે કડક કાર્યવાહીની ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચાએ માંગ કરી મોરબી : રાજસ્થાન રાજ્યના ઝાલાવાડમાં વાલ્મિકી સમાજના યુવાનની હત્યાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચો મોરબી જીલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યુવાનના હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. તાજેતરમાં રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકી નામના યુવાનની બેરહેમીથી માર મારી હત્યા નિપજાવવાનો ઘૃણાસ્પદ બનાવ બન્યો છે. ઉપરાંત, આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ લાઠીચાર્જ કરીને ત્યાંની કોંગ્રેસ સરકારે બળપ્રયોગ કર્યાના આક્ષેપ સાથે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો મોરબી જીલ્લા દ્વારા જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, જીલ્લા ભાજપના મંત્રી રશીકભાઇ વોરા, જીલ્લા પંચાયતના ચેરમેન જેઠાભાઈ પારઘી, સદસ્ય અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ચેરમેન ગોરધનભાઈ સોલંકી સહિત મોરચાના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..