ધારાસભ્યો, સાંસદો, સંગઠનના હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિ સહીત 379 આગેવાનોએ સેન્સ આપી મોરબી : મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે નિરીક્ષકો મારફતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 379 થી વધુ આગેવાનોએ સેન્સ આપી હતી.મહાનગરપાલિકામાં દાવેદારીમોરબી મહાનગરપાલિકા માટે વિવિધ પદો પર આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. જેમાં મેયર પદ માટે 5 લોકોએ દાવેદારી નોંધાવી છે. ડેપ્યુટી મેયર પદ માટે 6 લોકોએ દાવેદારી નોંધાવી છે. સ્ટેન્ડિંગ કમિટી માટે 4 થી 5 લોકોએ દાવેદારી નોંધાવી છે.તાલુકા પંચાયત અને નગરપાલિકાની સેન્સ પ્રક્રિયાહળવદ, મોરબી, ટંકારા અને માળિયા તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી માટે સેન્સ લેવામાં આવી છે. આ ઉપરાંત, ટંકારા અને વાંકાનેર નગરપાલિકા માટે પણ સેન્સ લેવાઈ છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ઉપપ્રમુખ અને અન્ય પદો માટે પણ સભ્યોએ દાવેદારી કરી હતી. રોટેશન મુજબ બેઠકોની સ્થિતિટંકારા નગરપાલિકા: પ્રમુખ પદ OBC માટે અનામત.વાંકાનેર નગરપાલિકા: પ્રમુખ પદ SC માટે અનામત.હળવદ અને મોરબી: પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી માટે.ટંકારા અને માળિયા તાલુકા પંચાયત: સામાન્ય બેઠક (પુરુષ/સામાન્ય માટે).સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે રુચિરભાઈ ભટ્ટ (ગાંધીનગર), નંદાજી ઠાકોર (પાટણ) અને જયશ્રીબેન દેસાઈ (પાટણ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના હોદ્દેદારો/પ્રમુખો અને વિવિધ મંડળના પ્રમુખોનો સમાવેશ થાય છે.નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ એક સંકલન બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં સેન્સના આધારે નામોની એક પેનલ તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગર ખાતેથી પદાધિકારીઓના નામો અંગેની અંતિમ કાર્યવાહી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #BJP #GujaratPolitics #LocalElections #MorbiNews