કમલમ ખાતે 3 નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદેદારોના નિમવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આજે શનિવારના ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો પણ મુકવામાં આવ્યા છે.આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો માટે, જ્યારે મોરબી મહાનગરપાલિકા માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોની પસંદગી માટે દાવેદારો અને કાર્યકરોને સાંભળવામાં આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે 3 નિરીક્ષકો નંદજી ઠાકોર, જયશ્રીબેન દેસાઈ અને રુચિરભાઈ ભટ્ટ હાલ કમલમ ખાતે ઉપસ્થિત છે. આ પ્રક્રિયામાં દરેક તાલુકામાંથી મંડળના હોદ્દેદારો, સાંસદ સભ્યો, ધારાસભ્યો, પ્રભારીઓ, જિલ્લાના હોદ્દેદારો અને પ્રમુખો હાજર રહ્યા છે.સેન્સ પ્રક્રિયાનીનું સમય પત્રક● સવારે 10:00 થી 10:45 - હળવદ તાલુકા પંચાયત● સવારે 10:45 થી 11:15 - માળિયા તાલુકા પંચાયત● સવારે 11:15 થી 11:45 - ટંકારા તાલુકા પંચાયત● સવારે 11:45 થી 12:15 - ટંકારા નગરપાલિકા● બપોરે 12:15 થી 12:45 - મોરબી તાલુકા પંચાયત● બપોરે 12:45 થી 01:30 - વાંકાનેર નગરપાલિકા● બપોરે 03:00 થી 04:30 - મોરબી જિલ્લા પંચાયત● સાંજે 04:30 થી 06:00 - મોરબી મહાનગરપાલિકા#Morbi #MorbiUpdate #BJPMorbi #LocalBodyElections2026 #SenseProcess #KamalamMorbi #GujaratPolitics