ભાજપના ચારેય ઉમેદવારો મેઘરાજસિંહ ઝાલા, મંજુલાબેન ચૌહાણ, માનુબેન સિયાર અને ભગિરથ બરાસરા વિજેતા જાહેરમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 5 માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મતગણતરીના અંતે વોર્ડ નંબર 5 માં ભાજપના ચારેય ઉમેદવારોની પેનલ વિજેતા જાહેર કરવામાં આવી છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ આપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષના ઉમેદવારોને પરાજય આપીને જીત હાંસલ કરી છે.વોર્ડ નંબર 5 માં વિજેતા થયેલા ભાજપના ઉમેદવારો:● મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા● મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ ● માનુબેન રમેશભાઇ સિયાર ● ભગિરથ મનસુખભાઇ બરાસરા#Morbi #MorbiUpdate #MorbiElections #Ward5 #BJP #ElectionResults #MorbiNews