મોરબી : મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને 'સેવા સપ્તાહ' નું આયોજન કરેલ છે. જેના અંતર્ગત અઠવાડીયા દરમિયાન વિવિધ જગ્યાઓ પર મેડિકલ કેમ્પનું યોજવામાં આવશે. આગામી તા.15 સપ્ટે. રવિવારના રોજ એ. કે. પટેલ હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સવારે 9:00થી ૧૨:૦૦ વાગ્યા સુધી મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ફીઝશ્યન ડૉ. વિજય ગઢીયા, ઓર્થોપેડિક સર્જન ડૉ. વિનોદ કૈલા, સર્જન ડૉ.મયૂર જાદવાણી, આંખ-નાક-ગળાના સ્પેશિયાલિસ્ટ ડૉ. અલ્પેશ ફેફર, બાળ રોગ નિષ્ણાંત ડૉ. નયન પટેલ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. અર્પણાબેન પટેલ, ચામડીના રોગના નિષ્ણાંત ડૉ. વિજય કાનાણી, દાંતરોગના નિષ્ણાંત ડૉ. ઉત્સવ દવે, ડૉ. આશિષ ત્રિવેદી, ડૉ. ચેતન અઘારા તેમજ ડૉ. દિલીપ ભટ્ટ સેવારત રહેશે.આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ સવારે 9:00 વાગ્યે સ્થળ પર પહોચી જવું તેમજ જરૂરી દવાઓ વિનામુલ્યે આપવામાં આવશે તેવું જીલ્લા પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ યાદીમાં જણાવ્યું છે.