પ્રમુખ પદે રમેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદે સવજીભાઈ કારોરિયાએ ચાર્જ સાંભળ્યો માળીયા : માળીયા મિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદે આજે રમેશભાઈ રાઠોડ અને ઉપ પ્રમુખ પદે સવજીભાઈ કારોરીયાએ વિધિવત પદભાર ગ્રહણ કર્યો હતો. માળીયા મિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 10 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી હોય આજે બહુમતી સાથે પ્રમુખ અને ઉપ પ્રમુખની વિજેતા જાહેર થયા હતા જેમાં મોટા દહીંસરા-1 બેઠકના રમેશભાઈ રાઠોડે પ્રમુખ તેમજ વેજલપર બેઠક ઉપરથી વિજેતા બનેલા સવજીભાઈ કારોરીયા ઉપપ્રમુખ તરીકે બહુમતી સાથે ચૂંટાઈ આવતા બન્ને હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.