ટંકારા : ટંકારા ભાજપ દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ટંકારા ભાજપે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની 105મી જન્મજયંતી પર તેમની છબી ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને ભુલકાઓને બિસ્કીટ વિતરણ કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે અગ્રણીઓએ ઉપસ્થિત રહી પંડિતજીના વિચારો વાગોળી તેના પંથે ચાલવાના નેમ લીધા હતા. આ તકે સંગઠન પ્રમુખ કિરીટ પટેલ, મહામંત્રી રૂપસિંહ ઝાલા, કલ્યાણપર સરપંચ અને ઉપપ્રમુખ દિનેશ વાધરિયા, જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયા તેમજ યુવા મોરચાના મયુર કામરીયા, હસુભાઈ દુબરીયા, ગણેશભાઈ નમેરા સહિતના હાજર રહેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..