પૂર્વ મંત્રી આઈ કે. જાડેજાની હાજરીમાં ભાજપનો પ્રચાર પ્રારંભ, વિકાસના મુદ્દા સાથે ભાજપ ચૂંટણી લડશેમોરબી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મોરબીમાં ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રવાપર ચોકડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના 52 ઉમેદવારોએ જનસેવાના શપથ લીધા હતા. પૂર્વ મત્રી આઈ. કે. જાડેજાની વિશેષ ઉપસ્થિતિમા યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના તમામ ઉમેદવારો અને આગેવાનોએ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.મોરબી હરિયાળું અને રળિયામણું બને તે દિશામાં ભાજપ આગળ વધશેકાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી આઈ કે, જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ તમામ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારો દ્વારા જનસેવા સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા પ્રથમવાર બની છે ત્યારે આ શહેર હરિયાળુ અને રળિયામણું બને તે દિશામાં ભાજપ આગળ વધશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં 10000 થી વધુ બેઠકો પર ભાજપે ફોર્મ ભર્યા છે અને અનેક બેઠકો બિનહરીફ જીતીને વિજયની શરૂઆત પણ કરી દીધી છે. વિરોધ પક્ષો તમામ બેઠકો પર ઉમેદવારો પણ ઉભા રાખી શક્યા નથી.નારાજ થયેલા જૂના કાર્યકરોને મનાવવા પહેલી ફરજટિકિટ ફાળવણી બાદ ઉભી થયેલી નારાજગી અંગે આઈ.કે જાડેજાએ સ્પષ્ટ કર્યું હતુ કે, ભાજપમાં લોકશાહી પદ્ધતિથી પસંદગી થાય છે. બે લાખ થી વધુ કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સામાજિક અને ભૌગોલિક સમીકરણો મુજબ નિર્ણય લેવાતા હોય છે. શિસ્ત સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ પક્ષની પ્રથમ ફરજ નારાજ થયેલા જૂના કાર્યકરોને બોલાવી, સમજાવીને સાથે રાખવાની રહેશે. જો તેમ છતાં કોઈ પ્રશ્ન રહેશે તો પ્રદેશ નેતૃત્વ નિર્ણય લેશે. આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિતઆ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયતીભાઈ રાજકોટિયા, રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રભારી સકસેના સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #BJP #Election2026 #JanSevaSankalp #MorbiMahagarpalika #GujaratPolitics #MorbiNews