ટંકારા : ટંકારા નગરમાં હાલ રોડના કામ ચાલી રહ્યા છે. ત્યારે આ રોડનું કામ નબળું થતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ભાજપ આગેવાનોએ સ્થળની વિઝિટ લઈ રોડનું કામ નબળું લાગતા કામ અટકાવી દીધું હતું. ટંકારા તાલુકા ભાજપ સંગઠન પાલિકા હસ્તક ચાલતા રોડના કામમાં નબળી કામગીરી થતી હોવાની બુમરાળ સાંભળી ભાજપ આગેવાનોએ ઓચિંતી વિઝિટ કરી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક કામગીરી સ્થગિત કરાવી છે. ભુગર્ભ ગટરના ઢાકણા, નબળી રેતી સહિતની અનેક ફરીયાદ રહિશો દ્વારા કરવામાં આવતા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારાની આગેવાની હેઠળ મહામંત્રી રૂપસિંહ ઝાલા, સરપંચ એસો.ના પ્રમુખ મહેશ લિખિયા, અગ્રણી ગણેશ નમેરા, દિનેશ વાધરિયા, ભાવિન સેજપાલ સહિતની ટિમે ગાઉન્ડ લેવલે ઉતરી લાલિયાવાડી ઉપર તાત્કાલિક રોક લગાવી છે. પક્ષ પ્રમુખે જણાવ્યું હતું કે વિકાસ કામને લઈ અમારો સ્પષ્ટ અભિગમ છે. કામ યોગ્ય રીતે જ થવું જોઈએ. એમા એક ટકો પણ ચલાવી નહી લેવાઈ. નાગરિકોને અપિલ કરતા કહું કે ક્યાય પણ નબળી કામગીરી દેખાય તો ટિમનુ ધ્યાન દોરવુ.