મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ હાલ પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ તરીકે જવાબદારી નિભાવતા જયંતીભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ હળવદ ડાયરેકટર ધયામભાઈ ગોહીલ, પાલીકાના પૂર્વ પ્રમુખ હળવદ દાદાભાઈ ડાંગર અને જીલ્લા યુવા ભાજપ મંત્રી રવીભાઈ પટેલે કૃષિ પોલીટેકનીક, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકત લીધી હતી. અહીંના કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ શૈક્ષણીક તેમજ ખેતીવાડી બિયારણ ઉત્પાદન વીશે અત્રેના આચાર્ય ડો. એ. વી. ખાનપરા એ તેઓને માહીતગાર કર્યા હતા. આ કેન્દ્ર ઊપર અભયાસ કરતા વિધ્યાર્થી ઓ સાથે વીચાર-ગોષ્ઠી કરવવામાં આવેલ અને આ કેન્દ્ર દ્વારા થતી અભ્યાસની પ્રવૃતિ ની માહીતી મેળવવામાં આવેલ.તમામ અગ્રણીઓએ આ કેન્દ્રની પ્રવૃતિથી માહીતગાર થઈ, આ કેન્દ્રની પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ આ કેન્દ્રના વિકાસ થાય અને આગળ પ્રગતી કરે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સાથ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.