હળવદ : હળવદ શહેરના કેન્દ્રો પર 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોના આધારકાર્ડ કાઢી આપવા માટે ભાજપના યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજા (પટેલ)એ જિલ્લા કલેક્ટર અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે.નયન દેત્રોજાએ જણાવ્યું છે કે, હળવદ શહેર અને તાલુકાના ખેડૂતો, ખેત મજૂરો તથા સામાન્ય લોકો જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે તેઓને હળવદ શહેર કે તાલુકાના આધાર કાર્ડ કેન્દ્રો પર નવા આધાર કાર્ડ કાઢી આપવામાં નથી આવતા. જેના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. તો સત્વરે આ સમસ્યાનું સમાધાન કરી 18 વર્ષથી ઉપરની ઉંમરના અરજદારોને આધારકાર્ડ કાઢી આપવામાં આવે તેવી લોકમાંગ છે.