પોલીસ અમારા ખિસ્સામાં છે તેવો ફાંકો લઈને ફરતા રાજકારણીઓને પોલીસે ખાખીનો પાવર બતાવ્યો, બે જુગારી નાસી ગયાહળવદ : પોલીસ અમારા ખિસ્સામા છે એવો ફાંકો લઈને ફરતા હળવદ ભાજપના આગેવાન અને જુદા જુદા મોરચામાં ભાજપના હોદા લઈને ફરતા આગેવાનોએ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ઘોડીપાસાની કલબ શરૂ કર્યા બાદ છેલ્લા એક અઠવાડીયાથી હરતી ફરતી આ ઘોડીપાસાની કલબે ઠેકાણું બદલી હળવદ સરા ચોકડીએ આવેલ લેક્વ્યું ગેસ્ટ હાઉસમાં જીતે, હારે... જીતે... હારેના દેકારા સાથે ઘોડીપાસાની કલબ શરૂ કરતા ગતરાત્રીના હિંમતવાન હળવદ પોલીસે અસલ ખાખીનો રંગ બતાવી જુગાર કલબ ઉપર દરોડો પાડતા 18 ખેલીઓ પકડાઈ ગયા હતા અને બે નામચીન આરોપીઓ નાસી ગયા હતા. ઘોડીપાસા ક્લબમાંથી પોલીસે રોકડા રૂપિયા 2,02,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદની સરા ચોકડી નજીક સામતસર તળાવ પાસે આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઘોડીપાસાની જુગાર કલબ શરૂ થઈ હોવાની બાતમી મળતા હળવદ પીઆઇ આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા સહિતના હિંમતવાન પોલીસ ટીમે લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડતા ભાજપના આગેવાન અને સાંસદ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા આરોપી ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા રહે. કડિયાણા, અલાઉદીન મહમદભાઇ ચૌહાણ રહે. કણબીપરા હળવદ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ રહે. સૌયદવાસ, ગોરી દરવાજે હળવદ, જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા, મોરબી દરવાજે, હળવદ, મોસીનભાઇ હબીબભાઇ ચૌહાણ રહે. જંગરીવાસ, હળવદ, ઇરફાનભાઇ યુનુસભાઇ રાઠોડ રહે. જંગરીવાસ, હળવદ, મોરબી ભાજપના હોદ્દેદાર વલ્લભભાઇ સુંદરજીભાઇ પટેલ રહે. રાતાભેર ગામ, તા.હળવદ, રશીદ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, મોરબી , ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મોચીબજાર, હળવદ, શબીરભાઇ જુસકભાઇ ચૌહાણ રહે. જોશનગર લાતી પ્લોટ, મોરબી,તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જોશનગર, મોરબી, રજાક અકબરભાઇ ભટ્ટી રહે. જંગરીવાસ, હળવદ, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી, ઇમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ, રાવલ શેરી, મોરબી, શિરાઝ સલેમાન કૈડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી,અસલમભાઇ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ, મોરબી અને સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ રહે, નવા ડેલા રોડ, મોરબી નામના શખ્સો રોકડા રૂપિયા 2, 02,100 સાથે પકડાઈ ગયા હતા. દરોડા દરમિયાન આરોપી નિલશેભાઇ ધનજીભાઈ ગામી રહે. મોરબી અને પંકજભાઇ ચમનભાઈ ગોઠી રહે. હળવદ વાળાનું નામ ખુલતા તમામ 20 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ભારે ભલામણો વચ્ચે પણ શહે શરમ રાખ્યા વગર જુગારધારા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.રાજકારણીઓ સંચાલિત જુગાર કલબમાં દરોડો પાડી 2લાખથી વધુની રોકડ પકડવાની તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો દાખલ કરવાની આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, મનહરભાઇ મેરાભાઇ સદાદીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ નિરુભા જાડેજા, ભરતભાઇ નરશીભાઇ તારબુંદીયા અને મનોજભાઇ ગોપાલભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.