મોરબી : મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ (ઝાલરીયા)એ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે લેખિત રજૂઆત કરીને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરાવી વિશેષ સહાયતા કરવા જણાવ્યું છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ખેતરોમાં ઉભા પાકને કમોસમી વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. મગફળી અને કપાસ સહિતના પાકોનું મોટાપાયે નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સત્વરે નુકસાનીનો સરકારી ધારા ધોરણો અંતર્ગત સર્વે કરાવી સહાય તથા પાક વીમો તથા કિસાન પાક વીમો આપવામાં આવે.