મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ ઝાલરીયાએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મોરબી જિલ્લા કલેકટર, કેન્દ્રીય શાસન તથા ગુજરાત શાસનના પ્રશાસનની આવેદનપત્ર પાઠવ્યુંમોરબી : તા. 15-9-2025ના નવરાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ પડતા ગુજરાતના વિવિધ ખેડૂતોની મગફળી સિંગ પાકનું લાવણી સમયે નુકસાન થયું છે. ત્યારે સરકારી ધારા ધોરણ અંતર્ગત સર્વે મુજબ યોગ્ય પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના પછી અન્ય યોગ્ય રાહત પેકેજ અંતર્ગત પાક સિંગ મગફળી ખેડૂતોનું યોગ્ય સહાય પેકજ ખેડૂતોને ફાળવવા મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ ઝાલરીયા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 15-9-2025ના રોજ નવરાત્રી સમયે ગુજરાત વિવિધ જિલ્લાના ખેડૂતો વિવિધ વિસ્તારના ખેડૂતોની મગફળી સિંગ લાવણીએ કરીને નવરાત્રી ઉત્સવ સમય દરમિયાન ગુજરાત વિવિધ જિલ્લાઓમાં પાક લાવણી સિંગ મગફળી સમયે સાર્વત્રિક અનસ્ય વરસાદ વરસતા ખેડૂતોના વિવિધ વિસ્તારમાં મગફળીનું વાવેતરથી વેપાર સુધી તેને આ પાક યોગ્ય રહ્યો નથી જેથી કરીને ખેડૂતની આર્થિક, સામાજિક અને પારિવારિક મુળભુત સામાન્ય જનજીવનમાં વર્તમાન સામાન્ય જનજીવનમાં વર્તમાન સમયમાં કોઈ તકલીફ આ દુર્ભાગ્યવર્ષ ના થાય જેથી કરીને સરકારી ધારા - ધોરણ સરકારી સર્વે અંતર્ગત મુજબ પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના તથા અન્ય યોજના પેકેજ સ્કીમ કે સબસીડી કે પાક વીમા અંતર્ગત યોજનામાંથી ગુજરાતના વિવિધ વિસ્તારમાં સર્વેક્ષણ કરી યોગ્ય ખેડૂતોની પાકના સહાય ફાળવવા કેન્દ્ર શાસન, રાજ્ય શાસનના પદાધિકારી તથા કેન્દ્ર તથા રાજ્યના અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.