એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે : આયુષ્માન ભારત કાર્ડ અને વૃદ્ધાના ઉંમરનો દાખલો કાઢી અપાશે : કોવિડ ચેકઅપ અને વેક્સિનેશનનો લાભ મળશે વાંકાનેર : વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે બ્લડ ડોનેશન તથા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે, આયુષ્માન ભારત કાર્ડ અને વૃદ્ધાના ઉંમરનો દાખલો કાઢી અપાશે તેમજ કોવિડ ચેકઅપ અને વેક્સિનેશનનો લાભ પણ મળશે. વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તા. 17ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પ વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજન શાળા, દિવાનપરા મેઇન રોડ, પેટ્રોલ પંપની સામે, વાંકાનેર ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 9થી 3 આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવાનો કેમ્પ, વૃદ્ધાના ઉંમરના દાખલાનો કેમ્પ તથા વેક્સિનેશનનો કેમ્પ યોજાશે. જ્યારે સવારે 9થી 11 દરમિયાન સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી ફાળવેલ બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે મીની આઇ.સી.યુ. સાથે અતિ આધુનિક પ્રકારની એમ્બ્યુલન્સનું લોકાર્પણ સિવિલ હોસ્પિટલને કરવામાં આવશે. તેમજ સવારે 9થી 1 દરમ્યાન કોવિડ ચેકઅપ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાશે. ડાયાબિટીસ અને બી.પી.ના નિદાનનો કેમ્પ પણ યોજાશે. આ કેમ્પમાં સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ કેમ્પમાં હાજર હશે તે દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવશે. આ વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા માટે વાંકાનેર ભાજપ સંગઠન દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..