મોરબી : મોરબીમાં તાલુકા ભાજપ દ્વારા આજે 'સેવા હી સંગઠન' કાર્યક્રમ અંતર્ગત રવાપર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે 'સેવા હી સંગઠન' અંતર્ગત મોરબી તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે મોરબીના રવાપર ગામ ખાતે રવાપર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા આરોગ્ય અધિકારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવવા માટે આવતા લોકોને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.