માળીયા (મી.) : બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સરાજાહેર નિર્મલ હત્યા કરવામાં આવી તેના અનુસંધાને આજ રોજ માળીયા તાલુકા ભાજપ દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં માળીયા તાલુકા ભાજપ પ્રભારી શિરિસભાઈ કાવર, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હૂંબલ, માળીયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા, માળીયા તાલુકા પંચાયત કારોબારી અધિયક્ષ નિર્મલસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞેશભાઈ ડાંગર તેમજ અશોકભાઈ બાવરવા, હરિભાઈ બાવરવા તથા તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.