રસીકરણ કેમ્પમાં 210 લોકોને રસી મુકાઈ મોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષસ્થાને કોરોના વેકશીન અંગે જન જાગૃતિ ફેલાય તે હેતુથી બીજી વખત પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસીકરણ કેમ્પમાં 210 લોકોને રસી મુકવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, કમલેશભાઈ વિલપરા તથા લાલપર ગ્રામ પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા, ઇન્ચાર્જ સુપરવાઈઝર, દિલીપભાઈ દલસાનિયા તેમજ આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફના કર્મચારીઓએ વેકશીનેશનની કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.