મોરબી : મોરબીમાં ભાજપ દ્વારા થિયેટરમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનો વિશેષ શો યોજાયો હતો. જેમાં ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓએ ફિલ્મ નિહાળ્યું હતું. મોરબી જિલ્લા ભાજપ અને મોરબી શહેર ભાજપ દ્વારા નેક્સસ સિનેમા ખાતે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નેક્સસ સિનેમાના માલિક જયેશભાઈ સહિતનાઓએ ભાજપના હોદેદારોને આવકાર્યા હતા. આ વિશેષ શોમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, અગ્રણી કાજલબેન ચંડીભમર, નગરપાલિકાના ચેરમેન ભાવિક જારીયા, કાઉન્સિલર મંજુલાબેન દેત્રીજા, મહિલા અગ્રણી દેવિકાબેન મહેતા, રવિ સનાવડા સહિતના અગ્રણીઓ, હોદેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ફિલ્મ નિહાળ્યું હતું.