ભેંસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે બ્રિજેશભાઈ મેરજાને જવાબદારી સોંપાઈ મોરબી : ગુજરાતમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભાની પેટા ચૂંટણી તા. 19 જૂનના રોજ યોજાનાર છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ તરફથી જુદા જુદા આગેવાનોને આ ચૂંટણી સંદર્ભે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં વિસાવદર – ભેંસાણ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે ભેંસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મોરબી – માળીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને જવાબદારી સોંપવામાં આવી છે. જે અન્વયે બ્રિજેશભાઈ મેરજા વિસાવદર ખાતે રખાયેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવા તેઓ વિસાવદર પહોંચી ગયા છે અને તેમને સોંપાયેલ જવાબદારી તેમને ઉપાડી લીધી છે. ચૂંટણી સુધી તેઓ ભેંસાણ ખાતે રોકાશે અને વિસાવદર ભેંસાણ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી બહુમતિથી ચૂંટાવવા માટે આ વિસ્તારનો જમીની સંપર્ક કરીને સ્થાનિક આગેવાનોને સાથે રાખી ચૂંટણી પ્રચારની કામગીરી પૂરા દિવસો રોકાઈને ખંતપુવર્ક નિભાવશે. પોતાને સોંપાયેલ આ મહત્વની જવાબદારી બદલ પોતાનામાં ભરોસો મૂકવા બદલ પ્રદેશ ભાજપના અગ્રણીઓનો બ્રિજેશભાઈ મેરજાએ ખાસ આભાર પણ વ્યક્ત કર્યો છે.