મોરબી, ટંકારા અને વાંકાનેરના અપેક્ષિત કાર્યકર્તાઓએ લીધું પ્રશિક્ષણ: 7 સત્રોમાં વક્તાઓએ આપ્યું વૈચારિક અને સંગઠનાત્મક માર્ગદર્શનમોરબી: મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી તાલુકો, ટંકારા તાલુકો અને વાંકાનેર શહેર મંડળના સંયુક્ત ઉપક્રમે 2-દિવસીય 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન-2026' નું ભવ્ય આયોજન 4 અને 5 જુલાઈ દરમિયાન એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયાએ દીપ પ્રાગટ્ય કરી આ પ્રશિક્ષણ વર્ગના સત્રોની શરૂઆત કરાવી હતી. વંદે માતરમ્ ગાન સાથે શરૂ થયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ વિષયો પર 7 સત્રો યોજાયા હતા, જેમાં નિષ્ણાત વક્તાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.2 દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રોની વિગતો:• સત્ર 1 (4 જુલાઈ): ‘વૈચારિક અધિષ્ઠાન’ વિષય પર સુભાષભાઇ પંડસુબીયાએ કાર્યકર્તાઓમાં રાષ્ટ્રવાદી વિચારધારાનું સિંચન કર્યું હતું.• સત્ર 2 (4 જુલાઈ): ‘ભાજપનો ઇતિહાસ’ વિષય પર મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ પક્ષની સ્થાપના અને વિકાસયાત્રાની વિગતો આપી હતી.• સત્ર 3 (4 જુલાઈ): ‘આપણી કાર્યપદ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ’ વિષય પર પ્રશિક્ષણ વર્ગ સૌરાષ્ટ્ર ઝોન-2 ના પ્રદેશ ઇન્ચાર્જ રાજીવભાઇ પંડ્યા દ્વારા સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.• સત્ર 4 (5 જુલાઈ): મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેનાએ ‘કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ’ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી.• સત્ર 5 (5 જુલાઈ): મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાએ ‘બૂથ પ્રબંધન’ ની વ્યૂહરચના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.• સત્ર 6 (5 જુલાઈ): ડિજિટલ યુગને ધ્યાને રાખી મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જતીનભાઇ ફુલતરીયા દ્વારા ‘સોશિયલ મીડિયા, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), નમો એપ અને સરળ એપ’ ના ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું.• સત્ર 7 (5 જુલાઈ): ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.નવનિયુક્ત મહામંત્રીનું સન્માન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓઆ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શિબિરમાં માત્ર વૈચારિક આદાન-પ્રદાન જ નહીં, પરંતુ કાર્યકર્તાઓના સર્વાંગી વિકાસ માટે રાત્રિના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વહેલી સવારે યોગ-પ્રાણાયામના સત્રો પણ યોજાયા હતા.સાંસદ, મંત્રી અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિઆ શિબિરમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ચતુરભાઇ મકવાણા, મોરબી, ટંકારા અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ ત્રણેય તાલુકા અને શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીતના ગાન સાથે આ સફળ શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે મોરબી તાલુકો ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઇ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહેશભાઈ લીખીયા તથા વિવિધ તાલુકા પ્રમુખોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #BJP #BJPTrainingCamp #MorbiBJP #GujaratBJP #PanditDeendayalUpadhyay #PoliticalNews