ટંકારા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી પ્રચંડ જીતનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં પણ આ ઐતિહાસિક જીતનું શાનદાર જશન મનાવવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા ભાજપ ટીમ દ્વારા વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ટંકારા તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડીને અને પેંડા વહેંચીને પશ્ચિમ બંગાળની જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ ઉત્સાહભેર ઉપસ્થિત સૌને જાલમુરી ખવડાવીને અનોખી રીતે આનંદ કરવામાં આવ્યો હતો. આ તકે સંગઠનના પ્રમુખ દિનેશ ગડારા, રૂપસિંહ ઝાલા, ગણેશ નમેરા અને જાવિદ માડકીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ વિજય ઉત્સવમાં તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને વિવિધ હોદ્દેદારો જોડાયા હતા.#MorbiUpdate #Tankara #TankaraNews #BJP #WestBengal #BJPVictory #GujaratBJP