ટંકારા : બિહારમાં એનડીએની જીત થતા ટંકારામાં લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે ભાજપ દ્વારા ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ ગડારા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ઉપપ્રમુખ ગણેશભાઈ નમેરા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, દિનેશભાઇ વાઢરિયા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, જિલ્લા અગ્રણી પ્રભુભાઈ કામરીયા, ફિરોઝભાઈ અપને, બીપીનભાઈ પ્રજાપતિ, મોહનભાઇ મંગભાઈ, રમેશભાઈ ગોધાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.