નહેરૂગેટ ખાતે મંત્રી કાંતિલાલ અને પ્રભારી મંત્રી ત્રિકમભાઈ ઉજવણીમાં સામેલ થયા : ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવાયામોરબી : બિહારમાં NDAની જીત થતા મોરબીમાં બે સ્થળોએ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નહેરૂ ગેટ ખાતે શહેર ભાજપ દ્વારા અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નહેરૂગેટ ખાતે મંત્રી કાંતિલાલ અમૃતિયા અને પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ઉજવણીમાં સામેલ થયા હતા. આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી નગારાના તાલે ઉજવણી કરી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા સહિતના અગ્રણીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી જીતને વધાવી હતી.