વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે અંતે ભાજપે આજે મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે ગઈકાલે મોટાભાગની તાલુકા પંચાયતોના ઉમેદવારની યાદી જાહેર થઈ હતી. પરંતુ વાંકાનેર તેમાંથી બાકાત રહ્યું હતું. વાંકાનેર તાલુકાની ચંદ્રપુર બેઠકમાં દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા, ગાંગીયાવદરમાં લખમણભાઈ ધનજીભાઈ ધોરીયા, લુણસરમાં જયકુમાર ચતુરભાઈ વસિયાણી, સરધારકામાં કૈલાશબા હરિસિંહ ઝાલા, ચિત્રાખડામાં દેવુંબેન રમેશભાઈ કાંજીયા, ઢૂંવામાં દેવુબેન હનુભાઈ વીજવાડીયા, જેતપરડામાં રણજીતભાઇ નાનજીભાઈ વીરસોડીયા, માટેલમાં ભૂમિકાબેન અજયભાઈ વીંજવાડીયા, ગારીયામાં રાજેન્દ્રસિંહ દેવુભા વાળા, મહિકામાં હનીફભાઈ આમદભાઈ બાદી, મેસરીયામાં હંસાબેન વિનુભાઈ ચાવડા, રાતડીયામાં જિજ્ઞાશાબેન રાજેશભાઇ મેર, કણકોટમાં મહિપાલસિંહ નિર્મળસિંહ જાડેજા, ખખાણામાં દીપકભાઈ ઝીણાભાઈ ગોધાણી, કોઠીમાં જાગાભાઈ કાનાભાઈ ચાવડા, રાજાવડલામાં ફરીદાબેન ઝુલ્ફીકાર શેરસિયા, હશનપરમાં જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયા, પંચાસરમાં વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા, પંચાસરીયામાં જસમીન જાહીદ બ્લોચ, રાતીદેવડીમાં વજીબેન રાજુભાઇ મકવાણા, અરણીટીંબામાં નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા, પીપળીયારાજમાં રિઝવાનાબેન ઇલમુદિનભાઈ દેકાવડીયા, સિંધાવદરમાં ફાતિમાબેન અબાસભાઈ શેરસિયા, તીથવામાં નિજામુદીન અબ્દુલભાઇ પટેલને ટીકીટ આપવામાં આવી છે.