આમ આદમી પાર્ટીના સદસ્યના ઓચિંતા નિધનથી ખાલી પડેલી સીટ માટે યોજાઈ હતી પેટા ચૂંટણીમોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ તાલુકા પંચાયત સીટની યોજાયેલ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ નંદેસરીયાએ 142 મતોની સરસાઈથી વિજય મેળવ્યો છે. અગાઉ આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. તેઓના આકસ્મિક નિધનને પગલે આ સીટ ખાલી થઈ હતી. ભાજપ ઉમેદવારના વિજય બદલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયા, તપનભાઇ દવે, ચતુરભાઈ મકવાણા તેમજ મોરબી જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ દ્વારા વિજેતા ઉમેદવાર ભરતભાઈ નંદેસરીયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.જિલ્લા ભાજપ નેતૃત્વએ આ જીત બદલ રણછોડગઢ સીટના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના વિકાસકાર્યો પર ફરી એકવાર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પક્ષના પાયાના કાર્યકરોની સખત મહેનત અને સ્થાનિક પ્રજાના ભરોસાના પરિણામે આ વિજય શક્ય બન્યો છે.#Morbi #Halvad #MorbiUpdate #HalvadNews #Ranchhodgadh #BJP #BJPGujarat #MorbiNews #GujaratNews