કેનાલ રોડના મધ્યસ્થ કાર્યાલયથી પ્રસ્થાન થયેલી રેલી અનેક વિસ્તારોમાં ફરી : મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયામોરબી: મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 9માં ભાજપ દ્વારા આજે શુક્રવારના રોજ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના વિકાસના સંકલ્પને વોર્ડ નં. 9 માં ઘરે-ઘરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ રેલી યોજવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન સવારે 8:30 વાગે ઉમિયા સર્કલ નજીક, કેનાલ રોડ પર આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું.આ બાઇક રેલી મધ્યસ્થ કાર્યાલય, કેનાલ રોડથી પ્રસ્થાન કરી ઉમિયા સર્કલ, તપોવન રેસીડન્સી, અવની ચોકડી, શ્યામ પાર્ક, નરસંગ ટેકરી, સુભાષનગર, કેનાલ રોડ, સ્વાગત ચોકડી, સંગમ A, B, C, D અને નિર્મલ વિદ્યાલય સુધી ફરી હતી. ત્યારબાદ રેલી અવની રોડ, હનુમાનજી મંદિર, અક્ષરધામ સોસાયટી, સમય ગેટ, શ્રીજી પાર્ક બાયપાસ રોડ, સરદાર નગર, શ્રી કુંજ સોસાયટી, હાઉસીંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપ, અરીહંત સોસાયટી, નરસંગ ટેકરી અને ફરીથી અવની ચોકડી થઈને મધ્યસ્થ કાર્યાલય ખાતે પરત ફરી પૂર્ણ થઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #BikeRally #Ward9 #MorbiCity #GujaratNews