મોરબી : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અન્વયે રાયચુરા જિલ્લાની માનવી બેઠકની જવાબદારી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને ભાજપ દ્વારા સોંપવામાં આવેલ છે તે અન્વયે બ્રિજેશ મેરજા એ કામગીરી સંભાળી લીધી છે. ભાજપ માનવી મંડલ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર, વ્યવસ્થા, બુથ, પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો વિગેરે કામગીરી અંગે તેઓએ ચર્ચા કરી હતી. કોઈપણ સંજોગોમાં માનવી વિધાનસભા બેઠક જીતવા કાર્યકર્તાઓને ઘનિષ્ઠ કામગીરી કરવા કામે લાગી જવા તેઓએ જણાવ્યું હતુ. સામે કાર્યકર્તાઓએ ભારત માતાના જયઘોષ સાથે પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.