મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મૈતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી જીલ્લા લીગલ (વિધી) સેલની નિમણુંક કરવામાં આવી છે. લીગલ (વિધી) સેલની ટીમ – મોરબી જીલ્લામાં સંયોજક તરીકે મનિષ બી. જોષી, સહસંયોજક તરીકે અલ્પેશ કે. પારેખ તેમજ સભ્ય તરીકે અતુલ ટી. કલોલા, કલ્પેશ ડી. સંખેસરીયા, ભાવેશ એસ. જેઠા, આતિશ એમ. ચાનીયા, નિધી ટી. વાધડીયા, અમીત વી. ડાભી, સંજય બી. ભાગીયા, અંજનાબેન એમ. રાઠોડ અને સ્નેહલકુમાર જે. રાવલની વરણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..