વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા એ વાંકાનેર તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે નવીનભાઈ વોરા, મહામંત્રી તરીકે મોહનભાઇ બેડવા, ઉપપ્રમુખ તરીકે અમુભાઈ વાઘેલા અને વીરાભાઇ ચાવડા, મંત્રી તરીકે લક્ષ્મીદાસ મકવાણા, નારણભાઇ સોલંકી, કિશોરભાઈ મકવાણા અને પ્રકાશભાઈ આંબલીયા, કોષાધ્યક્ષ તરીકે હસમુખભાઈ (અશોકભાઈ) મકવાણાની નિમણુંક કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..