તાલુકા પ્રમુખ તરીકે ચતુરભાઈ મકવાણા અને શહેર પ્રમુખ તરીકે દિપકભાઈ પટેલની વરણીવાંકાનેર : ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત પ્રદેશના મોવડી મંડળ અને વરિષ્ઠ આગેવાનો સાથે વિચાર વિમર્શ કરીને અલગ અલગ જિલ્લાના અલગ અલગ મંડળના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા અને વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ શામજીભાઈ પટેલ (રવાણી)ની નિયુક્તિ કરવામાં આવી છે.