હળવદ : નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય જીત મેળવીને બીજી વખત વડાપ્રધાન પદ માટેના શપથ ગ્રહણ કરતા હળવદ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી અને ઢોલ નગારા ના તાલે વિજય ઉત્સવ ઉજવ્યો હતો આજે હળવદના સરા નાકા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઇ મોદી બીજી વખત વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરતા ફટાકડા ફોડી અને નગરજનોને મો મીઠું કરાવી અને ઢોલ નગારા તાલે વિજયોત્સવની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ રણછોડભાઈ દલવાડી રમેશભાઈ ભગત જયેશભાઈ પટેલ એમ ડી મહેતા તપનભાઈ દવે શહીત ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ શુભેચ્છકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.