મોરબી: મોરબી શહેરના જરૂરતમંદોને 300 જોડી કપડાંનું વિતરણ કરી ધ્યાન મારવાણીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના નવલખી ફાટક પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને 100 જોડી તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્રમા, રિયલ સીરામીકના કારખાનામાં,બાયપાસ રોડ પર આવેલ દલવાડી ચોકડીના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ધ્યાન ભાવેશભાઈ મારવાણીયાના જન્મદિવસ નિમિતે કાપડાઓનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.