મોરબી : તા. 15-11-2025ના રોજ ટંકારામાં આંબેડકર ભવન ખાતે બિરસા મુંડાના જન્મદિવસનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ મામલતદાર મારફતે કલેક્ટરને એક આવેદન આપીને શરૂઆત કરવામાં આવી આવેદનમાં સરકાર પાસે વિવિધ રજૂઆતો અને માંગો હતી. જેમાં મુખ્ય માંગ બિરસા મુંડાનું સ્ટેચ્યુ ટંકારામાં મુકવાની અને લઘુતમ વેતન મેળવવાની વાત રાખેલ હતી.આ કાર્યક્રમની શરુઆત બિરસા મુંડાના ફોટાને જ્યોત જલાવીને અને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી. આ પ્રસંગમા ટંકારાના સામાજિક કાર્યકર નાગજીભાઈ ચૌહાણ, રાજકોટથી ડી.ડી. સોલંકી, રાજકોટથી અર્જુનભાઈ ચૌહાણ, નિવૃત્ત પોલીસ કર્મચારી સી. કે. રાઠોડ, નિવૃત્ત પોલીસ કર્મચારી મગન ગેડીયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને તેમની ટીમ જેમાં કાનજીભાઈ ગોહેલ, નરસિંહભાઈ સંગોળ, ઈશ્વરભાઈ ડામોર, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, કમલેશભાઈ સંગોળ, દિનેશભાઈ મોહનીયા, ભૈરૂલાલ ગરવાલ, ગીનુભાઈ મેહડા, દિનેશભાઈ ભૂરિયા, સુરેશભાઈ સંગોળ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમના અંતે મૈત્રી ભોજન રાખવામાં આવ્યું હતું.