150 થી 200 જેટલા પક્ષીઓની સારવાર કરવા ટીમ તત્પર મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે આઠમા પક્ષી સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં અલગ અલગ બે સ્થળે પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે. જેમાં 150 જેટલા સ્વયંસેવકો અને 10 તબીબો ખડે પગે રહીને ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી રહ્યા છે.કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે 150 થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. જેના કારણે આ વર્ષે મોરબીમાં બે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કર્યા છે. જેમાં એક મોરબીના બાપા સીતારામ ચોક ખાતે અને બીજું કેન્દ્ર મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર્યરત છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આટલા વર્ષોમાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ વર્ષે પણ 150 થી 200 જેટલા પક્ષીઓની સારવાર કરવા માટે અમારી ટીમ તત્પર છે. સારવાર માટે આવતા પક્ષીઓને ડોક્ટરને ટીમ દ્વારા તમામ સારવાર આપવામાં આવે છે અને જ્યારે પક્ષી સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય ત્યારબાદ જ તેને મુક્ત કરવામાં આવશે. મોરબી વાસીઓને જણાવ્યું હતું કે, આપની આસપાસ કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો કર્તવ્ય જીવદયા કેન્દ્રના હેલ્પલાઇન નંબર 7574868886 પર સંપર્ક કરવો જેથી સ્વયંસેવકો સ્થળ પરથી આવીને પક્ષીને લઈ જશે.