મોરબી : મકરસંક્રાંતિના પર્વને લઈને અનેક પક્ષીઓ પતંગની દોરીઓમાં ફસાઈને ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આવા ઈજા ગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સારવાર કેન્દ્ર મોરબીના સામાકાંઠે જુની પોસ્ટ ઓફિસની બાજુમાં કોલેજ વાળી ફાટકની બાજુમાં રાખવામાં આવ્યું છે. તો કોઈપણને ઘાયલ પક્ષી દેખાય તો બાપાસીતારામ ગ્રુપના જનકસિંહ ઝાલાનો મો. નં. 99744 00057 પર સંપર્ક કરવા જણાવ્યું છે. ઘાયલ પક્ષીને સ્થળ પર આવીને લઈ જવામાં આવશે.