માળીય (મિ.) : તાલુકાના નાના દહીંસરા ગામ સ્થિત સંત ખીમ સાહેબની જગ્યા દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અભિયાન શરૂ કરાયું છે..ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગના દોરામાં ફસાવાથી અનેક પક્ષીઓ ઘાયલ થતાં હોય છે અને સારવાર ન મળવાના કારણે મોતને ભેટતાં હોય છે ત્યારે નાના દહીંસરા સ્થિત સંત ખીમ સાહેબની જગ્યા દ્વારા ઘાયલ પક્ષીઓને નવજીવન આપવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સૌને અપીલ કરાઈ છે કે આપની આસપાસ કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તુરંત જ મહેશભાઈ ભટાસણા (મો.નં. 99251 73248) અથવા અશોકભાઈ ભટાસણા (મો.નં. 98258 30940)નો સંપર્ક કરીને સારવાર માટે જાણ કરે.