મોરબી : મોરબી નગરપાલિકામાં અસ્વસ્થ ફ્લેમિંગો પક્ષી જોતા જ તેની સારવાર માટે મોરબી વોર્ડ.2 અને 4ના કોર્પોરેટરએ જીવદયા ગ્રુપને જાણ કરી ફ્લેમિંગો પક્ષીને સોંપી નવું જીવનદાન આપ્યું હતું. આજ રોજ મોરબી નગરપાલિકાના બગીચામાં અસ્વસ્થ અવસ્થામાં ફ્લેમિંગો પક્ષીને જોતા જ મોરબી વૉર્ડ નં.2ના કૉર્પોરેટર લાલજીભાઈ પરમાર અને 4ના કોર્પોરેટર ગૌતમભાઈ સોલંકી તેમજ નગર પાલિકાના ગાર્ડન સમિતીના ચેરમેન મનુભાઈ જીવદયા ગ્રુપના સદસ્યોને જાણ કરી સ્થળ પર તત્કાલ બોલાવીને અબોલ પક્ષીને સોંપી નવું જીવનદાન આપ્યું હતું.