ઘાયલ પક્ષીને આપશે નવજીવન : હેલ્પલાઇન નંબર સાચવી રાખવા અપીલ મોરબી : મોરબીના માં જીવદયા પ્રેમીઓ દ્વારા ઘાયલ પક્ષીઓને નવજીવન આપવા બર્ડ હેલ્પલાઇન શરૂ કરી ખાસ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. મોરબી શહેરમાં ઘાયલ પક્ષીઓની નિઃસ્વાર્થ ભાવે સારવાર કરવાના હેતુથી માં જીવદયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બર્ડ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી શહેરમાં ક્યાંય પણ ઘાયલ, બિમાર અને ફસાયેલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક માં બર્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ સંસ્થાના હેલ્પલાઈન નંબર 8780112014 છે. ગ્રુપ વિશે વધુ માહિતી માટે 96249 58918 ઉપર સંપર્ક કરવો. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને એક ઘાયલ પક્ષીને નવજીવન આપવામાં મદદરૂપ થવા માટે મોરબીના જીવદયા પ્રેમીઓને માં જીવદયા ગ્રુપ વતી નમ્ર અપીલ કરી હેલ્પલાઇન નંબર સાચવી રાખવા અનુરોધ કરાયો છે.