મોરબી : આજે તારીખ 6 માર્ચ ને ગુરુવારે મોરબીના દરબારગઢ ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની જન્મ જયંતી નિમિત્તે મોરબી દાઉદી વ્હરા સમાજ દ્વારા બર્ડ ફીડરનું વિતરણ કરાયું હતું. મોરબી વ્હોરા સમાજ ખાતે આમીલ સાહેબ શેખ મુરતઝાભાઈ યમાની દ્વારા પક્ષીઓના ચણ નાખવા માટે બર્ડ ફીડર આશરે 250 જેટલા વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમનું આયોજન દાઉદી વ્હોરા સમાજના પીઆરઓ ઝુજરભાઈ અમીન દ્વારા કરાયું હતું.