સાપર -પીપળીના રહેવાસી મયુરસિંહ નરવીનસિંહ જાડેજાએ ગાયક કિરણ પ્રજાપતિના સ્વરે પ્રાચીન ગરબાનું ફિલ્માંકન કર્યું મોરબી : મોરબી તાલુકાના સાપર - પીપળી (પાવડીયારી} ખાતે બિરાજતા રાજરાજેશ્વરી માં રાજબાઇ માતાજીનો અદભુત ઇતિહાસ રહેલો છે વર્ષ દરમિયાન માઇ ભક્તો નિયમિત રીતે રાજરાજેશ્વરી માં રાજબાઇ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે નવલી નવરાત્રીમાં સાપર -પીપળી ગામના વતની મયુરસિંહ નરવીનસિંહ જાડેજાએ જાણીતા કલાકાર કિરણ પ્રજાપતિના કાંઠે માતજીનો પ્રાચીન ગરબો સ્વરાંકિત કરાવી માતાજીના મંદિર અને ગામના દ્રશ્યો કેમેરામાં કંડારી રાજરાજેશ્વરી માં રાજબાઇ માતાજીનો સુંદર ગરબો વીડિયોરૂપે લોન્ચ કર્યો છે. આ સાથે રાજરાજેશ્વરી માં રાજબાઇ માતાજીના ગરબાની વિડીયો લિંક આપવામાં આવી છે જે ક્લિક કરતા જ આ અદભુત ગરબો જોવા સાંભળવા મળશે. https://youtu.be/J4B-cwY69es