રેન્જ આઇજીના આદેશને પગલે સ્થાનિક પોલીસની કાર્યવાહી : 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત ટંકારા : રાજ્ય સરકારે બાયોડીઝલના નામે વેંચતા ભેળસેળીયા ઇંધણના ગોરખધંધા બંધ કરાવવા આદેશ આપતા રાજકોટ રેન્જ આઇજીની સૂચનાથી પોલીસની વિવિધ ટિમો રીતસર બાયોડીઝલના કાળા કારોબાર ઉપર તૂટી પડી છે. જે અન્વયે ટંકારા પોલીસ ટીમ દ્વારા ધ્રોલ-ટંકારા હાઇવે ઉપરથી 45 લાખથી વધુ કિંમતના ભેળસેળીયા ઇંધણ સહિત એક કરોડ રૂપિયાથી વધુનો મુદામાલ જપ્ત કરી ચાર આરોપીઓને અટકાયતમાં લીધા હોવાની વિગતો સાંપડી રહી છે. રાજયમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણને પકડી પાડી પકડાયેલ ઇસમો ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના અન્વયે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહની સૂચનાથી રેન્જમાં 131 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. જે અન્વયે ટંકારા પોલીસ ટીમ દ્વારા ધ્રોલ ટંકારા હાઇવે ઉપર ઓટાળા ગામ નજીક ગેરકાયદે ધમધમતા બાયોડીઝલના હાટડા ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અરવીંદ ભીમજીભાઇ રાજકોટીયા (રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી, તા.ટંકારા, જી.મોરબી)હસમુખભાઈ લવજીભાઈ ગોધાણી, રહે.નેસડા (સુ) તા ટંકારા જિ. મોરબી, જાલમસિહ રામસિંહ રાઠોડ, રહે.ગોટનગામ તા મૈડતા, જિ નાગોર રાજસ્થાન તેમજ સમદરનાય શીંભુનાથ રહે. લુણીયાસ તા મેડતા જિ નાગૌર રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન બાયો ડીઝલ જેવું પ્રવાહી આશરે ૬૦,૨૦૦ લીટર કિ.રૂ. ૪૫,૧૫૦૦૦, રોકડા રૂ ૩૧૦૦૦, ટેન્કર-૦૧, ટ્રેઇલર-૦૨, ઇસુઝી કંપનીની ગાડી૦૧ ફયુલ પંપ-૦૨, ઇલેકટ્રીક મોટર-૦૨, વાયર તથા નળીઓ, મોબાઈલ ફોન નંગ ૦૨ મળી કુલ મુદામાલ કિંમત રૂ. ૧,૦૬,૬૩,૦૦૦ કબ્જે કરવામાં આવ્યો હતો આ સફળ કામગીરી ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર, એ.એસ.આઈ કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ નીમાવત, ઇમ્તીયાઝભાઈ જામ, પો.કોન્સ ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિહ ઝાલા, વિજયભાઈ ચાવડા તથા મહેશદાન ગઢવી સહિતના સ્ટાફે કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..