મોરબીના જાણીતા તબીબ ડો.કૃતાર્થ કાંજીયાએ આપ્યું માર્ગદર્શનમોરબી : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે ખાસ કરીને મેલરીયા અને ડેન્ગ્યુ રોગનું પ્રમાણ વધુ હોય ત્યારે દર્દીઓ ઘરગથ્થુ ઈલાજ અપનાવતા હોય છે. ખાસ કરીને ડેન્ગ્યુના કિસ્સામાં દર્દીઓએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ તે અંગે મોરબીના જાણીતા તબીબ ડો.કૃતાર્થ કાંજીયાએ માર્ગદર્શન આપ્યું છે.ડો.કૃતાર્થ કાંજીયાના જણાવ્યા મુજબ ડેન્ગ્યુએ એડિસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે, જેમાં ખૂબ જ તાવ, અસહ્ય માથાનો દુખાવો, સાંધા અને સ્નાયુમાં દુખાવો અને ચામડી પર ફોલ્લીઓ અને ઘણીવાર હળવા રક્તસ્ત્રાવનું (bleeding) કારણ બને છે જે ડેન્ગ્યુ હેમ્રેજિક ફીવર તરફ દોરી શકે છે જે ઘણીવાર જીવલેણ નીવડી શકે છે. માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ડેન્ગ્યુના દર્દીઓએ હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઈએ.ડેન્ગ્યુના દર્દીઓને જો નીચેના તકલીફ જણાય તો તરત ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ને બતાવી દાખલ થવું જોઈએ જેમકે પેટમાં અસહ્ય દુખાવો થવો, સતત ઉલટી થવીBleeding થવું જેમકે ઉલટી પેશાબ અથવા સંડાશમાં લોહી આવવું અથવા તો પેઢા તથા નાકમાંથી લોહી નીકળવું શ્વાસ લેવામાં તકલીફ થવી, બેચેની અથવા ચીડિયા પણું લાગવું, પ્લેટલેટની સંખ્યામાં અચાનક ઘટાડો થવો,હાથ પગ ઠંડા પડી જવા, હોઠ સુકાઈ જવા અથવા હોઠનો કલર બ્લુ થઈ જવો, માથામાં અસહ્ય દુખાવો અથવા આંખોની પાછળ દુખાવો, સામાન્ય કામ કરવામાં થાક લાગવો, હૃદયના ધબકારા વધી જવા,પેશાબ ઓછો અથવા પીળો આવવો.જો દર્દીઓમાં ઉપરના કોઈપણ લક્ષણો જણાઈ તો તેમને દેખરેખ અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. હોસ્પિટલમાં દાખલ થયેલા ડેન્ગ્યુના દર્દીઓને સામાન્ય રીતે સલાઇનના ઇન્જેક્શન અને તાવ માટેની દવા આપવામાં આવે છે અને ગંભીર દર્દીઓને રક્તસ્રાવને (bleeding) નિયંત્રિત કરવા માટે લોહી અથવા પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડી શકે છે. ડેન્ગ્યુના તાવમાં એન્ટિબાયોટિક કામ કરતી નથી, આ ઉપરાંત pain killer દવા પ્લેટલેટ ઘટાડી શકે છે. માટે ડેન્ગ્યુના તાવમાં એન્ટિબાયોટિક કે દુખાવાની દવા લેવી હિતાવહ નથી.સમયસરના નિદાન અને સચોટ સારવારથી ડેન્ગ્યુની ગંભીર બીમારી સામે વિજય મેળવી શકાય છે.વધુ વિગતો માટે તાવ અને ક્રિટિકલ ઇન્ફેક્શનના નિષ્ણાંત ડો. કૃતાર્થ કાંજિયાનો સંપર્ક કરી શકાશે, મો. 9724797961